કોચર પરિવારે રૂ. ૫૦૦ કરોડની લાંચ લીધીઃ ઈડી

Saturday 09th March 2019 06:34 EST
 

નવી દિલ્હીઃ આઇસીઆઇસીઆઇ – વીડિયોકોનને રૂ. ૩,૨૫૦ કરોડના ધિરાણ કેસમાં મની લોન્ડરિંગ કાયદાના ભંગના સંદર્ભમાં તપાસ કરી રહેલી તપાસ એજન્સી પ્રસ્થાપિત કરી ચૂકી છે કે બેન્કના પૂર્વ ચેરમેન ચંદા કોચર અને તેમનો પરિવાર રૂ. ૫૦૦ કરોડની લાંચની રકમ મેળવી ચૂક્યો છે. ઇડીએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં તે ટૂંક સમયમાં ચંદા કોચરના પરિવારની મિલકતો જપ્ત કરવાની કામગીરી શરૂ કરશે. ઇડીનું માનવું છે કે ચંદા કોચર જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના અધ્યક્ષપદે હતા તે સમયે આપવામાં આવેલા ધિરાણ પછી વીડિયોકોન જૂથના વી એન ધૂત અને નિશાંત કનોડિયાની કંપની ફર્સ્ટલેન હોલ્ડિંગ દ્વારા દીપક કોચરની કંપનીને આપેલું રૂ. ૩૯૯ કરોડનું ધિરાણ લાંચરૂપે આપવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter