કોન્સ્ટેબલના પેટમાંથી ૪૦ ચાકૂ કઢાયા

Wednesday 24th August 2016 08:48 EDT
 
 

અમૃતસરઃ ૧૯મી ઓગસ્ટે અમૃતસરની કોર્પોરેટ હોસ્પિટલના મેનેજિંગ ડાયરેક્ટર ડો. જીતેન્દ્ર મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, જસદાસ સિંઘ (નામ બદલ્યું છે) નામના ૪૨ વર્ષીય હેડ કોન્સ્ટેબલના પેટમાંથી ૪૦ ચાકૂ કાઢવામાં આવ્યા હતા. સિંઘે અગાઉ પેટમાં દુખાવો હોવાની અને અશક્તિની ફરિયાદ તબીબોને કરી હતી.
અલ્ટ્રાસાઉન્ડ દ્વારા જાણવા મળ્યું હતું કે તેના પેટમાં કંઈક છે. બાદમાં ડાયગ્નોસિસ અને એન્ડોસ્કોપી બાદ ખ્યાલ આવ્યો હતો તેના પેટમાં ધાતુના કેટલાક ચાકૂ રહેલા છે. મલ્હોત્રાએ કહ્યું હતું કે પેટનો સિટી સ્કેન કર્યા બાદ અમને ખ્યાલ આવ્યો હતો તેના પેટમાં ઘણાં બધાં ચાકૂ છે. બાદમાં સિંઘની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેને માનસિક બીમારી હતી અને તેના કારણે તેણે છેલ્લા બે મહિનામાં અલગ-અલગ સાઈઝના ૪૦ ચાકૂ ગળ્યા હતા. સર્જન, ફિઝિશિયન્સ અને ક્રિટિકલ કેર ડોક્ટર્સની એક ટીમે તેનું ઓપરેશન બાદ આ ચપ્પુ કાઢ્યા હતા.
તબીબોએ જણાવ્યું હતું કે કેટલાક ચાકૂ ખુલ્લા હતા તો કેટલાક કાટના કારણે તૂટી
ગયા હતા. જ્યારે કેટલાક ચાકૂ બંધ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter