કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબચીયાને ઘેર પારણું બંધાયું

Saturday 09th April 2022 07:02 EDT
 
 

મુંબઈ: કોમેડિયન ભારતી સિંહે ત્રીજી એપ્રિલ - રવિવારે દીકરાને જન્મ આપ્યો છે. ભારતીના પતિ હર્ષ લિંબચીયાએ સોશિયલ મીડિયા પર આ ગુડ ન્યુઝ શેર કર્યા હતા. થોડાંક દિવસ પહેલાં જ ભારતીએ દીકરીને જન્મ આપ્યો હોવાની વાત વહેતી થઈ હતી. ત્યારે ભારતીએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને સ્પષ્ટતા કરી હતી કે, એ બધું ખોટું છે અને જ્યારે તેમને ત્યાં સંતાનનું આગમન થશે ત્યારે હર્ષ અથવા પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોને જાણ કરશે.
રવિવારે ચાહકોને ખુશખબર આપતી વખતે હર્ષે તેનો અને ભારતીનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં ભારતી અને હર્ષ સફેદ કપડામાં દેખાય છે. બંનેએ એકબીજાનો હાથ પકડયો છે અને એક હાથમાં બ્લ્યુ ફૂલોની બાસ્કેટ છે. સામાન્યપણે દીકરી માટે પિન્ક અને દીકરા માટે બ્લ્યુ રંગનો ઉપયોગ કરાય છે. ફોટો ઉપર હર્ષે મોટા અક્ષરોમાં લખ્યું છે, ‘ઈટ્સ અ બોય.’ ભારતી અને તેનો પતિ લાંબા સમયથી બાળકની રાહ જોઈ રહ્યા હતાં. એનો ખુલાસો ભારતીએ અનેકવાર ટીવી શો પર પણ કર્યો છે. ખાસ ઉલ્લેખનીય એ કે પ્રેગ્નેન્સી દરમ્યાન કામ કરનારી ભારતી સિંહ એ પ્રથમ ભારતીય એન્કર બની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter