નવી દિલ્હી: સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં ગેરવ્યવસ્થા અને મૃતદેહોની દુર્દશા મામલે સુપ્રીમ કોર્ટે ૧૨મી જૂને દિલ્હી સરકારને ઠપકો આપતાં કહ્યું કે, અહીં સ્થિતિ ખરાબ, ભયાવહ અને દયનીય છે. હોસ્પિટલોમાં દર્દીઓ સાથે પશુઓથી પણ બદતર વ્યવહાર થઇ રહ્યો છે. કોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને દિલ્હી સરકાર ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારને નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે.