લંડનઃ યહૂદી નેતા વડા હોય તેવા યુકેના ત્રણ મુખ્ય પક્ષમાંનો છેલ્લો પક્ષ લેબર પાર્ટી છે. પરંતુ, તેમને એન્ટિ-સેમિટિઝમ સાથે કોઈ નિસ્બત હોય તેવું કોઈ વિચારી શકે તેમ નથી. તેવી જ રીતે ભારતીય સમુદાયે ક્યારેય વિચાર્યું નહીં હોય કે જેરેમી કોર્બિનના નેતૃત્વ હેઠળ લેબર પાર્ટી ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે ત્યારે ડાયસ્પોરા સાથેના સંબંધ કાપી નાંખશે. પાર્ટીના નવા નેતાના સમયમાં કેટલાક ડાયસ્પોરા અને બ્રિટન પ્રત્યે તેમના વિશ્વાસ સામે સંખ્યાબંધ ટિપ્પણી અને તિરસ્કારભર્યું વલણ અપાનવાયું છે.
પક્ષના નેતા ભારતીય ડાયસ્પોરાની લાગણીને સમજવામાં અને તેની સાથે જોડાવામાં નિષ્ફળ નીવડ્યા છે. પરંતુ, સામાજિક અને લાગણીના સંબંધ સુધારવા માટે તેમની પાસે હજુ તક છે.ચોગમની બેઠક નજીક આવે છે. નરેન્દ્ર મોદી ૧૬થી ૨૦ એપ્રિલ લંડનમાં હશે. જૂના સંબંધોને સુધારવા અને નવું કરવા માટે આ કદાચ કોર્બિન માટે છેલ્લી તક હશે. ડાયસ્પોરાને આશા છે અને તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.
૨૦૧૫માં ‘ધ ગાર્ડિયન’માં ‘નરેન્દ્ર મોદીને પડકારવા માટે જેરેમી કોર્બિનને નૈતિક અધિકાર છે’ તેવા મથાળા હેઠળ એક અહેવાલ પ્રગટ થયો હતો. તેમાં જણાવાયું હતું કે કોર્બિન લાંબા સમયથી મોદીના કટ્ટર આલોચક છે. ૨૦૧૩માં કોર્બિને એક સંસદીય દરખાસ્ત પર સહી કરી હતી. ૨૦૦૨માં (ગુજરાત) થયેલી કોમી હિંસામાં સેકડો મુસ્લિમોના જીવ ગયા હતા તેમાં નરેન્દ્ર મોદીની ભૂમિકાને લીધે તેમનો ફરી રાજદ્વારી બહિષ્કાર કરવા બ્રિટિશ સરકારને અનુરોધ કરાયો હતો. કોર્બીનને ભારતીયો અને ખાસ કરીને ભારતીય કામદારો સાથે લાંબા ગાળાના સંબંધ હોવાનું મનાય છે.