કોલકત્તામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં બે પકડાયા

Monday 26th October 2020 11:43 EDT
 

કોલકત્તાઃ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સ્થાનિક પોલીસે ૪ કિલો હેરોઈન સાથે તાજેતરમાં કોલકત્તામાંથી બે જણાની ધરપકડ કરી હતી. પોલીસે આશરે રૂ. ૨૦ કરોડનો માલ-સામાન જપ્ત કર્યો હતો. બંને આરોપીઓ કોલકત્તામાં આવ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ રેકેટમાં અન્ય ડ્રગ પેડલરો - સ્મગલરો પણ સંડોવયેલા હોવાની શક્યતા હોવાથી પોલીસે વધુ તપાસ આદરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાંથી પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા સાતની ધરપકડ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter