નવી દિલ્હીઃ ભાગેડુ આર્થિક અપરાધીઓ પરનો અપરાધ પુરવાર થાય તે પહેલાં જ તેના પર ત્રાટકીને તેની મિલકતો ટાંચમાં લેવા કેન્દ્રીય કેબિનેટે ૨૧મી એપ્રિલે ‘ભાગેડુ આર્થિક અપરાધી વટહુકમ, ૨૦૧૮’ બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. ફોજદારી કામગીરીથી બચવા માટે દેશ છોડીને ભાગી છૂટેલા વિજય માલ્યા, લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવા આર્થિક અપરાધીની મિલકતો જપ્ત કરી શકાય તેવી જોગવાઈ અમલી બનાવવા આ વટહુકમ બહાર પડી રહ્યો છે.