ક્રિપ્ટો પર ૩૦ ટકા ટેક્સ

Wednesday 02nd February 2022 04:26 EST
 
 

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકિય વર્ષ માટેના બજેટમાં ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટ્સ પર ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, કોઇ પણ પ્રકારની ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર કરદાતાએ ૩૦ ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. તેમણે જણાવ્યું હતું કે, કોઇ પણ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટ્રાન્સફરમાંથી થતી કોઇ પણ પ્રકારની આવક પર ૩૦ ટકા ટેક્સ વસૂલાશે. તેમાં કોઇપણ પ્રકારના ડિડક્શન અ એકઝમ્પશનને પરવાનગી અપાશે નહીં. તે ઉપરાંત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટ્રાન્સફરમાં થતી ખોટને અન્ય કોઇપણ પ્રકારની આવકમાં સરભર કરી શકાશે નહીં.

આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર ૧ ટકા ટીડીએસ લાગશે અને ભેટમાં અપાયેલી આ પ્રકારની આસેટ્સ પર પણ ટેક્સ ચૂકવવાનો રહેશે. ટૂંકમાં ભારતમાં હવે ડિજિટલ આસેટ્સમાંથી થતી આવક પર 30 ટકાનો ફ્લેટ ટેક્સ ચૂકવવાનો રહેશે.
તેનો અર્થ એ થયો કે ક્રિપ્ટોકરન્સીના ટ્રેડમાંથી થયેલા નફા પર સીધા ૩૦ ટકા સરકારને ચૂકવી દેવાના રહેશે. ગિફ્ટમાં અપાયેલ ડિજિટલ આસેટ્સ અ એક વોલેટમાંથી અન્યની માલિકીના વોલેટમાં ટ્રાન્સફર કરાયેલી ડિજિટલ આસેટ્સ પર પણ ટેક્સ ચૂકવવાનો રહેશે.
તેનો અર્થ એ થયો કે રોકાણકારે ક્રિપ્ટોકરન્સીમાંથી થયેલી આવક કે ખોટ અંગે સરકારને જાણ કરવાની રહેશે.
રોકાણકારે હવે શું કરવું જોઇએ...
સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ક્રિપ્ટોકરન્સી ટેક્સ કેલક્યુલેશન મેથડમાં હાઇએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડનો સમાવેશ થાય છે. તેમાંથી હાઇએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ રોકાણકાર માટે વધુ લાભદાયી પૂરવાર થાય છે. તેમાં રોકાણકાર તેના સૌથી વધુ કિંમત ધરાવતા કોઇન્સનો ઉપયોગ કરે છે અને વેચાયેલા કોઇન્સ પર ઉપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter