ક્રૂઝ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ

Wednesday 15th March 2017 08:58 EDT
 
 

બાલાસોરઃ ભારતે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ૧૧ માર્ચે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ઓડિશાના કિનારે આવેલા ટેસ્ટ રેન્જ પરથી આ પરીક્ષણ થયું હતું. આ મિસાઇલ ૩૦૦ કિલોનો અણુબોમ્બ ઝીંકવાની ક્ષમતા ધરાવે છે. ચાંદીપુરના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી મોબાઇલ લોન્ચર દ્વારા આ ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ થયું હતું. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ડીઆરડીઓના વરિષ્ઠ વિજ્ઞાનીએ આ પરીક્ષણને શ્રેષ્ઠ અને સફળ ગણાવ્યું હતું. આ મિસાઇલ ૩૦૦ કિલોગ્રામનો અણુબોમ્બ લક્ષ્ય ઉપર ફેંકી શકે છે. બે સ્ટેજના આ મિસાઇલનો એક સ્ટેજ સોલિડ પ્રોપેલન્ટ ઉપયોગમાં લે છે, જ્યારે બીજું સ્ટેજ રેમજેટ લિક્વિડ પ્રોપેલ્ટનો ઉપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter