ચંડીગઢઃ હરિયાણામાં લગભગ ૩ અઠવાડિયાથી પેન્ડિંગ મનોહર લાલ ખટ્ટર કેબિનેટનું ૧૪મી નવેમ્બરે વિસ્તરણ થયું હતું અને ૬ કેબિનેટ અને ૪ રાજ્ય પ્રધાન એમ કુલ ૧૦ પ્રધાનોએ શપથ લીધા હતા. ભાજપ ક્વોટામાંથી ૮ ધારાસભ્યોએ પ્રધાન પદના શપથ લીધા જ્યારે ભાજપની સહયોગી જેજેપીના એક અને ૧ અપક્ષ ધારાસભ્યે પણ પ્રધાનપદના શપથ લીધા હતા. અગાઉ કેબિનેટ પ્રધાન રહેલા અનિલ વિજને ફરી તક અપાઈ હતી. તે ઉપરાંત કંવરપાલ ગુર્જર, મુલચંદ શર્મા, રંજિતસિંહ, જેપી દલાલ, બનવારી લાલે કેબિનેટ પ્રધાન તરીકે તો ઓમપ્રકાશ યાદવ, કમલેશ ઢાંડા, અનુપ ધાનક અને પૂર્વ હોકી ખેલાડી સંદીપ સિંહે સ્વતંત્ર હવાલા સાથેના રાજ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. બીજી તરફ ચૌટાલાને ૧૧ મંત્રાલય મળ્યાં હતાં.