ખાલિસ્તાન સમર્થક અમૃતપાલસિંહ ચૂંટણીમાં ઝૂકાવશે

Monday 06th May 2024 06:00 EDT
 
 

અમૃતસરઃ આસામની દિબ્રુગઢ જેલમાં બંધ ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના અધ્યક્ષ અમૃતપાલસિંહ પંજાબથી લોકસભાની ચૂંટણી લડશે. આ અગાઉ અમૃતપાલના વકીલે જાણકારી આપી હતી કે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. હવે એ સ્પષ્ટ થયું છે કે અમૃતપાલ પંજાબની ખડૂર સાહિબ સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. એનએસએ હેઠળ જેલમાં બંધ અમૃતપાલસિંહને તેમના વકીલ જેલમાં મળ્યાં હતાં. જ્યાં બન્ને વચ્ચે ચૂંટણી લડવા અંગે ચર્ચા થઇ હતી. અમૃતપાલે મીડિયા માટે એક ઓડિયો મેસેજ આપ્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે ખડૂર સાહિબ સીટથી ચૂંટણી લડવા તૈયાર છે અને તેઓ
કોઈ પાર્ટીના ચિન્હ પર ચૂંટણી લડશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter