ગંગાજળના અણીશુદ્ધ પાણીમાંથી ટીબી-ટાઇફોઇડની દવા બની શકે

Thursday 20th October 2016 07:20 EDT
 
 

ચંદીગઢઃ ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, અણીશુદ્ધ ગંગાજળમાંથી ટીબી-ટાઇફોઇડની દવા બની શકે છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીનું વિશેષ મહત્ત્વ છે અને તેને બ્રહ્મ નદી કહેવાય છે. ચંદીગઢ ખાતેની સીઆરઆઈઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઇક્રોબિયલ ટેકનોલોજી (IM Tech)ના વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં ગંગાજળમાં એક ખાસ પ્રકારના બેક્ટોરિયાફેસિઝ વાયરસને શોધી કાઢ્યો છે. જે બેક્ટેરિયા ખાય છે. સંશોધનથી ગંગાજળની ચમત્કારિક શક્તિનો ખુલાસો થયો છે. IMTECH મુખ્ય વૈજ્ઞાનિક ડો. શનમુગમ મઇલરાજે જણાવ્યું હતું કે, ગંગાના પવિત્ર પાણીમાં શોધાયેલા મોટાનિઝમો વાઇરોમ્સના વિશ્લેષણથી એવી જાણકારી મળી છે કે, તેમાં જળની શુદ્ધતા જાળવી રાખવાની અદભુત ક્ષમતા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, પહેલીવાર નવા વાઇરસ મળી રહ્યા છે. આ વાઈરસ ગંગાના કિનારે આવેલા ઘરોના સાફ પાણીમાં પણ મળી આવ્યા છે. આ બેક્ટેરિયાફેસિઝ કેટલાક પરીક્ષણોમાં એક્ટિવ જોવા મળ્યાં છે. જેને મલ્ટિ ડ્રગ રિસિસ્ટન્ટ એટલે કે, એમડીઆર ઇન્ફેક્શન વિરુદ્ધ સારવાર માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter