ઉતરકાશી: ગંગા નદીના ઉદગમ સ્થળ ગૌમુખની આ તસવીર ગંગોત્રી નેશનલ પાર્કે ખાસ ભાસ્કરને ઉપલબ્ધ કરાવી છે. અહીં ૧ સપ્ટેમ્બરથી ટ્રેકિંગની શરૂઆત થઇ ચૂકી છે. ગૌમુખ-તપોવન ટ્રેકિંગ માટે અત્યાર સુધી અહીં આશરે ૫૦૦ સહેલાણી પહોંચી ચૂક્યા છે. તેમાં ૧૦ વિદેશીઓ છે. ગત વર્ષે કોરોનાને લીધે ૧ મહિનાન જ ટ્રેકિંગ થઈ શક્યું હતું. આ વર્ષે સહેલાણીઓના આવવાથી ગાઈડ, પોટર્સ અને તેની સાથે સંકળાયેલા સ્થાનિક લોકોનું કામ પણ હવે ચાલવા લાગ્યું છે. 5 દિવસ થનાર ટ્રેકિંગની શરૂઆત ગંગોત્રીથી થાય છે. અહીંથી ૨૦ કિ.મી. આગળ તપોવન છે. પહેલો પડાવ ભોજબાસા આવે છે. ભોજબાસાથી તપોવન જતા સમયે ગૌમુખ પડે છે. ભોજબાસાથી તપોવનનો રસ્તો પડકારજનર છે. ગંગાનું ઉદગમ સ્થાન હોવાથી અહીંનું ધાર્મિક મહત્ત્વ પણ છે.