ગંગોત્રી ધામનાં કપાટ ખૂલ્યાં, ચારધામ યાત્રાનો પ્રારંભ

Saturday 29th April 2023 14:06 EDT
 
 

ચાર ધામ યાત્રાનો શનિવાર - અક્ષયતૃતિયા પર્વથી પ્રારંભ થયો છે. ઉત્તરકાશીમાં શનિવારે ગંગોત્રી અને યમુનોત્રીધામના કપાટ ખૂલ્યા હતા. કેદારનાથના કપાટ મંગળવારે ખૂલ્યા હતા. જ્યારે બદ્રીનાથના કપાટ 27 એપ્રિલે ખૂલશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પૂજા-અર્ચના બાદ યાત્રાનો આરંભ કરાવ્યો હતો. યાત્રા શરૂ થવાની પૂર્વસંધ્યાએ જ તેમણે યાત્રાળુઓની દૈનિક સંખ્યા પરનું નિયંત્રણ દૂર કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter