નવી દિલ્હી : પૂર્વ લદ્દાખ સરહદે ગલવાન ખીણમાં ગયા વર્ષે ચીનના સૈનિકો સામે બાથ ભીડતી વખતે શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મહાવીર ચક્રથી સન્માનિક કરાયા છે. લશ્કરી સંઘર્ષ દરમિયાન શહીદ જવાનોને અપાતા પરમવીર ચક્ર બાદ મહાવીર ચક્ર બીજું સૌથી મોટું સન્માન છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સૈનિકોને આપનારા વીરતા પુરસ્કારની જાહેરાત કરાઇ હતી. ગલવાન ખીણમાં શહીદ નાયક સુબેદાર નુદુરામ સોરેન, કોન્સ્ટેબલ કે. પલાની, નાયક દીપક સિંહ, સિપાહી ગુરતેજ સિંહ, કોન્સ્ટેબલ તેજેન્દર સિંહ વીર ચક્રથી સન્માનિત થયા છે. ગત વર્ષે ૧૫-૧૬ જૂનની રાત્રિએ પૂર્વ ગલવાન ખીણમાં ચીનના સૌનિકો સાથે અથડામણ થઇ હતી. જેમાં ભારતના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા.


