ગુગલ દ્વારા IITના વિદ્યાર્થીને ૧.૨ કરોડ રૂપિયાનું પેકેજ અપાયું

Wednesday 11th July 2018 09:41 EDT
 

નવી દિલ્હીઃ બેંગલુરુની ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી (આઈઆઈટી-બી) આદિત્ય પાલીવાલને સર્ચ એન્જિન ગુગલે પોતાના આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ રિસર્ચ વિંગમાં કામ કરવા માટે ઓફર કરવા સાથે વાર્ષિક રૂ. ૧.૨ કરોડનું પેકેજ આપ્યું છે. ૨૨ વર્ષનો આદિત્ય ચાલુ મહિનાથી જ પોતાની કામગીરી શરૂ કરી દેશે. આજે યોજાયેલા પદવીદાન સમારંભમાં આદિત્યે પ્રમાણપત્ર મેળવ્યું હતું.
ગુગલે આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ રિસર્ચ વિંગમાં કામ કરવા માટે પ્રથમ રાઉન્ડમાં સમગ્ર વિશ્વની ૩૦૯૮ યુનિ.ના ૫૦,૦૦૦ છાત્રો પસંદ કર્યા હતા અને પછી બીજા રાઉન્ડમાં ૬૦૦૦ અને છેલ્લે ૫૦ને પસંદ કર્યા હતા જેમાં આદિત્યનો સમાવેશ થતો હતો. આવી આકર્ષક ઓફર મળતા આદિત્ય ખુબ ખુશ થયો હતો. અને કહ્યું હતું કે ગુગલ જેવી મોટી કંપનીમાં કામ કરીને ઘણું શીખવા મળશે. ૨૦૧૭-૧૮માં આદિત્ય એસીએમ ઈન્ટરનેશનલ કોલેજીએટ પ્રોગ્રામિંગ સ્પર્ધાના અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter