જેરૂસલેમ: ભારતના સાત રાજ્યોના 18 કૃષિ અધિકારીઓ 15 દિવસના ઈઝરાયેલના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન તેઓ કૃષિ સેક્ટરમાં નવી ટેકનોલોજી અને નવીન વલણો શીખશે જેનાથી ભારતીય ખેડૂતોને લાભ થશે.
ઈન્ડો-ઈઝરાયેલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ (સીઓઈ)ના કૃષિ અધિકારીઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે. ઈઝરાયેલમાં મશન એગ્રિકલ્ચરલ ટ્રેઈનિંગ સેન્ટર દ્વારા આયોજિત ઈન્ડો-ઈઝરાયેલ એગ્રિકલ્ચરલ પ્રોજેક્ટ હેઠળ આ ટ્રેઈનિંગ આપવામાં આવી રહી છે. નવીદિલ્હી સ્થિત ઈઝરાયેલના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે 29 માર્ચથી ભારતીય કૃષિ અધિકારીઓ ઈઝરાયેલમાં છે.

