શ્રીનગરઃ ૧૦મી જુલાઈએ જમ્મુ- કાશ્મીરના અનંતનાગ જિલ્લાાં બોટેન્ગો નજકીના ખાનબાનમાં ગુજરાતનાં અમરનાથયાત્રીઓની બસ પરનો હુમલો લશ્કરે તોયબાનું કાવતરું હતું. જમ્મુ કાશ્મીર પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, લશ્કરે-એ-તોયબાના ચાર આંતકવાદીઓએ સ્થાનિકોની મદદથી ગુજરાતના અમરનાથયાત્રીઓની બસ પર હુમલો કર્યો હતો જેમાં આઠ અમરનાથયાત્રીઓનાં મોત થયા હતા અને ૩૫થી વધુ ઘવાયા હતાં. લશ્કરે તોયબાના ચારેય આતંકવાદીઓને આશ્રયસ્થાન અને વાહનો પૂરાં પાડનાર આરોપીઓની તાજેતરમાં જ ધરપકડ કરાઈ છે અને વધુ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવાયા હતા. પાકિસ્તાની નાગરિક અબુ ઇસ્માઇલની આગેવાનીમાં લશ્કરે તોયબાના ૪ આતંકવાદીઓએ ૯મી જુલાઈએ અમરનાથયાત્રીઓ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સઘન સુરક્ષાવ્યવસ્થાને કારણે તેઓ હુમલો કરી શક્યા નહોતા. આ હુમલામાં અબુ ઇસ્માઈલ ઉપરાંત આતંકવાદી યાવર પણ સામેલ હતો. તે લશ્કરે તોયબા માટે સ્થાનિક રિક્રૂટરનું કામ કરે છે. અન્ય બે આતંકવાદીઓને ઓળખી કાઢવાના પ્રયાસ ચાલી છે. તેઓ પાકિસ્તાની હોવાનું મનાય છે.