નવી દિલ્હી: ગુનામાં સંડોવાયેલા અને દાગી નેતાઓ ઉપર ચૂંટણી લડવાનો પ્રતિબંધ મૂકવા અંગે સુપ્રીમે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને જવાબ આપવા કહ્યું હતું. આ અંગે થયેલી એક અરજીની સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દાગી નેતાઓ સામેના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા જોઈએ, તેના માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવી જોઈએ. બીજી તરફ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ગુનામાં સંડોવાયેલા અને દાગી નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ મૂકવા માટે તે તૈયાર છે. આવા નેતાઓ ઉપર પ્રતિબંધ મૂકવા સામે કોઈ જ આપત્તિ નથી.