ગૃહમંત્રી અમિત શાહનું સહપરિવાર પવિત્ર સ્નાન

Thursday 30th January 2025 05:02 EST
 
 

પ્રયાગરાજ: પાવન ભૂમિ પ્રયાગરાજમાં યોજાઈ રહેલાં મહાકુંભને કારણે સમગ્ર દેશનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. રાજા હોય કે રંક, દરરોજ દેશના લાખો લોકો અહીં પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોમવારે સહપરિવાર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ તેમણે સાધુસંતો સાથે પૂજા-અર્ચના કરી સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.




to the free, weekly Gujarat Samachar email newsletter