જયપુરઃ રાજસ્થાનમાં જારી રાજકીય ઘમસાણ વચ્ચે અશોક ગેહલોતની સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. ૧૪મી ઓગસ્ટે સરકારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા થઇ. મુખ્ય પ્રધાન ગેહલોતે ગૃહમાં પોતાની વાત મૂકવા બાદ વિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરી દેવાયો. આ સાથે વિધાનસભા અધ્યક્ષ સી. પી.જોશીએ ગૃહની કાર્યવાહી ૨૧ ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી હતી.