ગોરખપુરઃ ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં બાળકોના મોતનું તાંડવ હજી ચાલુ રહ્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં ૪૨ બાળકોનાં મોત થવાનાં અહેવાલોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ૩૦મીએ અહેવાલ હતા કે છેલ્લા ૩ દિવસમાં આ હોસ્પિટલમાં જુદા જુદા રોગને કારણે ૬૧ બાળકોને મતોને ભેટ્યા છે. આમ છતાં યુપીનાં સીએમ યોગીનાં પેટનું પાણી હલતું નથી. એકલા ઓગસ્ટ મહિનામાં જ ૨૯૦ માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે. એક બાજુ માસૂમ બાળકો ટપોટપ મરે છે ત્યારે સીએમ યોગી સત્તાના મદમાં મસ્ત થઈને જવાબદારો સામે કોઈ એક્શન લેતા નથી.