ગોલ્ડન બાબા ૨૦ કિલો સોનું પહેરીને કાવડ યાત્રામાં જોડાયા

Friday 03rd August 2018 05:36 EDT
 
 

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશમાં ભોળાનાથને ગંગાજળનો અભિષેક કરવા જાણીતી કાવડ યાત્રામાં અઢળક સોનું પહેરીને બાબા એટલે કે સુધીર માંક્કરે ભાગ લીધો હતો. આ વખતે ૨૫મી કાવડ યાત્રાનું આયોજન થયું હતું.તેઓએ કાવડ યાત્રામાં ૨૦ કિ.ગ્રા. (એક મણ) સોનું પહેર્યું હતું. ચાલુ વર્ષે તેમણે પહેરેલું ઝવેરાત બજાર ભાવ મુજબ રૂ. ૬ કરોડનું માનવામાં આવે છે.

દર યાત્રાએ તેઓ, તેમણે પહેરેલા ઝવેરતાના વજન અને કિંમતમાં વધારો કરતા જતા હતા. ૨૦૧૬માં તેમણે ૧૨ કિ.ગ્રા. સોનું પહેર્યું હતું. જયારે ગત વર્ષે તેમણે ૧૪ કિલો સોનું પહેર્યું હતું. જેમાં ૨૧ સોનાની ચેન, ૨૧ દેવીઓના સોના લોકેટ, હાથ પર પહેરવાના કડા, બાજુબંધ અને અન્ય ઘરેણાં, અને સોનાનું જેકેટનો સમાવેશ થતો હતો. બાબાએ ચાલુ વર્ષે પહેરેલા હારનું વજન ૨ કિલો છે. જેમાં ભગવાન શિવનું લોકેટ છે. બાબા કહે છે કે, હું આ યાત્રામાં ઝાઝું સોનું પહેરતો નથી કેમ કે તેનાથી મારી નસો અને દ્રષ્ટિ પર વિપરીત અસર પડે છે. આ મારી ૨૫મી યાત્રા, સિલ્વર જ્યુબીલી યાત્રા છે અને મારી છેલ્લી યાત્રા પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter