ઇંડિયન એરફોર્સના ગ્રૂપ કેપ્ટન અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીયનું બહુમાન ધરાવતા અંતરીક્ષયાત્રી શુભાંશુ શુક્લાને અશોક ચક્રથી સન્માનતા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ. ભારતીય સેનાના બહાદુર અધિકારીઓ, જૂનિયર કમિશન્ડ અધિકારીઓ અને જવાનોએ વિવિધ સૈન્ય અભિયાનોમાં પ્રદર્શિત કરેલા અદમ્ય સાહસ, નેતૃત્વ અને ઉત્કૃષ્ટ સેવા બદલ પુરસ્કાર જાહેર કરાયા છે. જેમાં 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર, 44 સેના મેડલ, 19 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 35 અતિ વિશિષ્ટ સેવા મેડલ, 7 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે.


