ચંદ્રયાન-૨નું લેન્ડર ઓર્બિટરથી અલગ

Wednesday 04th September 2019 07:44 EDT
 
 

બેંગ્લુરુ: ચંદ્ર પર જવા નીકળેલું ભારતનું ચંદ્રયાન-૨ હવે મહત્ત્વની દિશામાં પહોંચી ગયું છે. લેન્ડર વિક્રમ સોમવારે ઓર્બિટરથી સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું. ૭ સપ્ટેમ્બરે તે ચંદ્રના દક્ષિણ ગૃહ પર ઉતરશે. આ લેન્ડરમાં પ્રજ્ઞાન નામનું રોવર પણ છે. ઇસરોએ કહ્યું હતું કે બપોરે ૧.૧૫ વાગે લેન્ડર અલગ થયું હતું. ઓર્બિટર અને લેન્ડરની ગતિવિધિ સામાન્ય છે અને તેના પર નજર રખાઈ રહી છે. લેન્ડર હાલમાં ચંદ્રથી ૧૨૭ કિમી દૂર છે. ચંદ્ર પર લેન્ડિંગ કરવા માટે તેની કક્ષા બદલવામાં આવશે. તેનો સમયગાળો એક ચંદ્ર દિવસનો હશે. પૃથ્વીની ગણતરીએ તે ૧૪ દિવસ બરાબર છે. છ પૈડાવાળું આ રોબર્ટિંગ વાહન ૫૦ મીટર સુધી ફરી શકશે. ઇસરોના ચેરમેન કે. સિવને કહ્યું કે ચંદ્ર પર ઉતરવાની ઘટના ડરાવનારી હશે. કારણ કે પહેલા આવું ક્યારેય થયું નથી. ચંદ્રયાન-૨નું ઓર્બિટર ચંદ્રની કક્ષામાં જ ચક્કર કાપતું રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter