ચાર મહિનામાં મંદિર નિર્માણનું કાર્ય શરૂઃ અમિત શાહ

Sunday 22nd December 2019 06:40 EST
 
 

પાકુડ: સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કર્યા બાદ ગૃહ પ્રધાન અમિત શાહે રામ મંદિરના નિર્માણ પ્રારંભની અવધિ પણ જાહેર કરી છે. ઝારખંડના પાકુડમાં સોમવારે એક ચૂંટણી સભાને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે આગામી ચાર મહિનામાં આસમાનને સ્પર્શ કરે એવું રામનું ભવ્ય મંદિરનું નિર્માણ અયોધ્યામાં શરૂ થઇ રહ્યું છે. શાહે કહ્યું હતું કે એકાદ મહિના પહેલાં જ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો આપ્યો છે. ૧૦૦ વર્ષથી દુનિયાભરના ભારતીયોની માગણી હતી કે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનવું જોઈએ, પણ કોંગ્રેસ પક્ષ અને એના વકીલો કોર્ટમાં અવરોધો ઉત્પન્ન કરતા હતા. કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલ કોર્ટમાં કહેતા હતા કે, આ કેસ હમણાં ચલાવવો જોઈએ નહીં. કેમ ભાઈ તમારા પેટમાં શેનું દુઃખે છે? પણ હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે.
કોંગ્રેસ પાર્ટી ન તો દેશનો વિકાસ કરી શકે છે ન તો દેશને સુરક્ષિત રાખી શકે છે. કોંગ્રેસ જનતાની ભાવનાઓનું સન્માન પણ કરી શકતી નથી. હવે ચાર મહિનામાં અયોધ્યામાં ભગવાન રામનું આકાશને આંબે એવું મંદિર બાંધવાની શરૂઆત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter