ચાર વર્ષે રેપોરેટ વધીને ૬ ટકા કરાયોઃ લોન મોંઘી થશે

Thursday 07th June 2018 06:56 EDT
 

મુંબઈઃ ઓઇલના વધતા જતા ભાવને પગલે મોંઘવારી વધવાના ડરથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ચાર વર્ષમાં પ્રથમ વખત રેપોરેટ ૦.૨૫ ટકા વધારી ૬.૨૫ ટકા કર્યો છે. જેના કારણે હોમ, ઓટો સહિતની લોનના હપ્તાની રકમ વધશે. ૬ સભ્યોની બનેલી મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ સભ્યોએ રેપોરેટ વધારવાની તરફેણ કરી હતી. આરબીઆઇએ રેપો રેટ વધારીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

રિઝર્વ બેંક જે દરે અન્ય બેંકોને ધિરાણ કરે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે આરબીઆઇ જે દરે અન્ય બેંકો પાસેથી ધિરાણ લે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ પણ ૦.૨૫ ટકા વધારી ૬ ટકા કરવામાં આવ્યો છે. સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ચાર ટકાએ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૮ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ રેપો રેટ ૦.૨૫ ટકા વધારી આઠ ટકા કરવામાં આવ્યો હતો. ત્યારબાદના ચાર વર્ષમાં છ વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. છેલ્લે બીજી ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ રેપો રેટ ૦.૨૫ ટકા ઘટાડી ૬ ટકા કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter