ચારા કૌભાંડના દુમકા ટ્રેઝરી કેસમાં ૩૭ દોષિતોને ૧૪ વર્ષની જેલ

Thursday 19th April 2018 08:07 EDT
 

રાંચીઃ ચારાકાંડ સાથે જોડાયેલા દુમકા ટ્રેઝરી કેસ મામલે ક્રાઈમબ્રાંચ સ્પેશિયલ કોર્ટે ૧૮મી માર્ચે ૩૭ દોષિતોને સાડા ત્રણ વર્ષથી લઇને ૧૪ વર્ષ સુધીની સજા સંભળાવી છે. નવમી એપ્રિલે તેમને દોષિત કરાર આપવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ પર રૂ. ૫૦ લાખથી લઇને રૂ. ૨ કરોડ સુધીનો આર્થિક દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે પાંચ શખ્સોને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં લાલુપ્રસાદને કોર્ટે ૨૩ માર્ચ ૨૦૧૮ના રોજ ૧૪ વર્ષની જેલની સજા ફટકારી છે અને રૂ. ૬૦ લાખનો દંડ પણ કર્યો છે. જેની સાથે પશુપાલન વિભાગના અધિકારીઓ, ડોક્ટર અને સપ્લાયર્સને પણ સજા ફટકારવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter