ચિદમ્બરમને ૧૦૦ કલાકમાં ૪૫૦ સવાલો

Wednesday 11th September 2019 09:20 EDT
 
 

નવી દિલ્હીઃ દિલ્હીની વિશેષ સીબીઆઈ અદાલતે પાંચમીએ આઇએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણા પ્રધાન પી ચિદમ્બરમને ૧૯મી સપ્ટે સુધી ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપતા તિહાર જેલ મોકલી અપાયા હતા. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જે દરમિયાન તેમને કસ્ટડીમા રખાયા ત્યારે એજન્સીએ નવમીએ આશરે ૪૫૦ જેટલા સવાલો તેમને પૂછ્યા હતા. હવે આઇએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
એવા અહેવાલો છે કે સીબીઆઇએ ચિદમ્બરમ સામે ચાર્જશીટ તૈયાર કરી લીધી છે. આ મહિનાના ત્રીજા સપ્હાતમાં તેને કોર્ટ સમક્ષ દાખલ કરવામા આવી શકે છે. જો સીબીઆઇ ચાર્જશીટ દાખલ કરી દે તો તેવી સ્થિતિમાં ચિદમ્બરમને જામીન મળવા મુશ્કેલ થઇ શકે છે.
અહેવાલ છે કે કસ્ટડી દરમિયાન સીબીઆઇએ ચિદમ્બરમને ૧૦૦ કલાકમાં ૪૫૦ જેટલા સવાલો પૂછ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter