નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસની ઓફિસ રાઈટ ટપ ઈન્ફર્મેશનના દાયરામાં છે કે નહીં તેના અંગે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવિધાન પીઠે ચુકાદો આપ્યો હતો. રંજન ગોગોઇની અધ્યક્ષતામાં બેન્ચે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ઓફિસ માહિતી અધિકારના કાયદા હેઠળ આવે છે. રંજન ગોગોઇ સાથે જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરસ અને માહિતી અધિકારીઓએ ૨૦૧૦ના દિલ્હી હાઇ કોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તેની સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે આ વર્ષે ૪ એપ્રિલના ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું હતું કે કોર્ટમાં કોઇ પણ પ્રકારની અસ્પષ્ટતાની સિસ્ટમ તેઓ ઇચ્છતા નથી.