પટના: ચિરાગ પાસવાન અને નીતિશકુરમારમાં મતભેદની ચર્ચા ઘણા સમયથી સંભળાય છે. હવે બિહારની ચૂંટણીને લઈ લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાને એનડીએની ચિંતા વધારી દીધી છે. જેથી બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુના નેતા નીતીશકુમારની મુશ્કેલીઓ વધી રહી છે. ચિરાગ પાસવાન બિહાર વિધાન પરિષદમાં તેની પાર્ટી માટે ૨ બેઠક અને બિહાર વિધાનસભામાં ઓછામાં ઓછી ૪૩ બેઠકોની માગણી કરી રહ્યા છે. જ્યારે આ મુદ્દાને આગળ વધારતા ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૯૪ બેઠકો પર દાવો કર્યો છે.