નવી દિલ્હી-બેઇજિંગઃ ચીને ૧૭મી ઓગસ્ટે કહ્યું હતું કે ભારત સાથેના વિવાદો વાટાઘાટોથી ઉકેલવા તૈયાર છે. જોકે, અહેવાલ પ્રમાણે ચીને તિબેટની હજારો ફીટ ઊંચી સીમા પર આર્ટીલરી ગન ગોઠવવાની શરૂઆત કરી દીધી છેે. ચીનને વળતા જવાબ માટે ભારત એર ચિફ માર્શલ ભદોરિયાએ ૧૩મીએ વેસ્ટર્ન એર કમાન્ડના ફોરવર્ડ એરબેઝની મુલાકાત લીધી હતી અને મિગ-૨૧ બાયસન ફાઈટર વિમાનમાં ચીની સરહદે ઊડાન પણ ભરી હતી.