ચીફ જસ્ટિસ નિવૃતિ પહેલાં રામ મંદિર સહિત પાંચ મોટા ચુકાદા આપશે

Wednesday 06th November 2019 07:09 EST
 
 

નવી દિલ્હીઃ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ ૧૭મી નવેમ્બરે નિવૃત્તિ પહેલાં પાંચ મોટા ચુકાદા આપવા જઇ રહ્યા છે. આ મોટા ચુકાદાઓમાં અયોધ્યામાં રામ મંદિરનો મામલો પણ સામેલ છે. જે પણ ચુકાદો આવે તેનું શાંતિપૂર્ણ રીતે સ્વાગત કરવાની બન્ને ધર્મના ગુરુઓ અને રાજનેતાઓ દ્વારા પણ અપીલો થઈ છે. દિવાળીની રજા બાદ સુપ્રીમ કોર્ટ સોમવારે ખુલી ગઇ છે. રામ મંદિર સિવાય રફાલ વિમાન કૌભાંડના આરોપોનો મામલો, સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને છૂટ આપતા ચુકાદાની રિવ્યૂ પિટિશન પણ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ચોકીદાર ચોર છે તેવું કહ્યું હતું અને તેમાં સુપ્રીમ કોર્ટને ટાંકી હતી. આ મામલે તેમની સામે સુપ્રીમમાં ફરિયાદ થઇ હતી અને રાહુલનું નિવેદન લેવાયું છે. હવેતેના ચુકાદાની વકી છે. અન્ય મહત્વપૂર્ણ મામલો સુપ્રીમ કોર્ટના કાર્યાલયને આરટીઆઇ હેઠળ લાવવાની માગણીનો છે. ઉપરાંત રફાલ સોદા અંગે રિવ્યૂ પિટિશનની સુનાવણી કરવામાં આવશે.
આ બધા જ ચુકાદાઓમાં સૌની નજર રામ મંદિર પર વધુ રહેશે. કેમ કે ઘણા વર્ષોથી આ મામલો કોર્ટમાં ચાલે છે અને તેને રાજકીય રંગ પણ આપવાનો પ્રયાસ વિવિધ પક્ષો દ્વારા થઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter