નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ વ્યવહારોને વેગ આપવા માટે ચેકબુક સુવિધા બેન્કોમાં બંધ કરવામાં આવશે તેવો સંકેતો આપ્યાના બે દિવસમાં જ ૨૪મી નવેમ્બરે નાણામંત્રલયે ફેરવી તોળ્યું છે અને સ્પષ્ટતા કરી છે કે બેન્કોમાં ચેકબુક સુવિધા બંધ કરવાની કોઈ દરખાસ્ત નથી.
નાણામંત્રાલયે ટ્વિટમાં લખ્યું હતું કે ચેકબુક સુવિધા બંધ કરવાની કોઈ દરખાસ્ત નથી. કેટલાક મીડિયામાં એવો પ્રચાર કરાયો હતો કે કેન્દ્ર સરકારે નજીકના ભવિષ્યમાં બેન્કોમાંથી ચેકબુક સુવિધા બંધ કરવા માગે છે. સરકાર આ અહેવાલોને મક્કતાપૂર્વક રદિયો આપે છે. સરકાર દ્વારા નોટબંધી પછી ડિજિટલ ટ્રાન્ઝેકશનમાં નોંધપાત્ર વધારો થયો છે. ઈ પેમેન્ટ કંપનીઓના બિઝનેસમાં જંગી વધારો થયો છે તે જગજાહેર છે.