ચેન્નાઈમાં ચપ્પલ ચોરાતાં પોલીસ ફરિયાદ થઈ

Thursday 29th November 2018 07:40 EST
 

ચેન્નાઈઃ તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં પોલીસ ચોરાયેલા ચંપલ શોધી રહી છે. ૫૫ વર્ષીય રાજેશ ગુપ્તાના ચપ્પલ ૨૬મીએ એક લેબોરેટરી બહારથી ચોરાઈ ગઈ હતી. ત્યાર બાદ તેમણે પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી. તેમણે એફઆઇઆરમાં જણાવ્યું છે કે ૮૦૦ રૂપિયા ખર્ચીને નવા ચપ્પલ ખરીદ્યા હતા.

ત્રમ જ દિવસ પહેર્યા બાદ રવિવારે તે ચોરાઈ ગયા. આ ફરિયાદ બાદ પોલીસે કેસ દાખલ કર્યો અને તપાસ હાથ ધરી. પોલીસનું કહેવું છે કે અમે આ બનાવને માત્ર ચપ્પલ ચોરાયાની ઘટના તરીકે છોડી ન શકીએ. અમે તપાસ આરંભી દીધી છે. અત્યાર સુધીમાં અમે હોસ્પિટલના કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ, દર્દીઓ તથા સ્થાનિક લોકોની પૂછપરછ અને તપાસ કરી છે. અમે બહુ જલદી ચપ્પલ ચોરની ધરપકડ કરી લઈશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter