નવી દિલ્હીઃ એનસીબીએ સરહદ પારથી ચાલતા ડ્રગ્સની દાણચોરીના કૌભાંડની તપાસના ભાગરૂપે ચેન્નઈમાંથી ૨૨મી જાન્યુઆરીએ રૂ. ૧૦૦૦ કરોડના મૂલ્યની ૧૦૦ કિલો હેરોઈન સાથે શ્રીલંકાના બે નાગરિકો નવાસ અને મોહમ્મદ અફનાસની ધરપકડ કરી હતી. બંને શ્રીલંકન તેમની ઓળખ છુપાવીને તામિલનાડુના ચેન્નઈમાં રહેતા હતા. તેમણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, શ્રીલંકા, માલદિવ્સ અને ઓસ્ટ્રેલિયામાં તેમનું નેટવર્ક ગોઠવ્યું હતું તેમ એનસીબીએ જણાવ્યું હતું.

