છેલ્લા એક દસકામાં થયેલા મોટા રેલ અકસ્માતો

Friday 09th June 2023 07:20 EDT
 

• વર્ષ 2023

22 મેના રોજ એક રેલ દુર્ઘટનામાં, આંધ્ર પ્રદેશ નજીક એક માલગાડી અને હુબલી-બેંગલોર હમ્પી એક્સપ્રેસ વચ્ચે ટક્કર થઈ હતી. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અને તેમાંથી આગ લાગવાથી લગભગ 25 લોકોના મોત થયા હતા અને લગભગ 43 લોકો ઘાયલ થયા હતા.
• વર્ષ 2014
26 મેના રોજ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર વિસ્તારમાં ગોરખપુર તરફ જઈ રહેલી ગોરખધામ એક્સપ્રેસ ખલીલાબાદ સ્ટેશન પાસે રોકાયેલી માલગાડી સાથે અથડાઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
• વર્ષ 2016
20 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી 100 કિલોમીટર દૂર પુખરાયન નજીક ઈન્દોર-પટના એક્સપ્રેસ 19321ના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 150 મુસાફરોના મોત થયા હતા અને 150 થી વધુ ઘાયલ થયા હતા.
• વર્ષ 2017
23 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના ઔરૈયા નજીક દિલ્હી જતી કૈફિયત એક્સપ્રેસના નવ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાં લગભગ 70 લોકો ઘાયલ થયા.
• વર્ષ 2017
18 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પુરી-હરિદ્વાર ઉત્કલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ, જેમાં 23 લોકોના મોત થયા અને 60 જેટલા લોકો ઘાયલ થયા.
• વર્ષ 2022
13 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર વિસ્તારમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે.
• વર્ષ 2023
અત્યાર સુધીનો સૌથી મોટો રેલ અકસ્માત છે. 2 જૂનના રોજ, ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનના પાટા પરથી ઉતરી જવાથી 230 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 900 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter