જગદીપ ધનખડ દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ

Wednesday 10th August 2022 06:49 EDT
 
 

નવીદિલ્હીઃ દેશનાં 14માં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીેના ઉમેદવાર જગદીપ ધનકઢનો 346 મતનાં જંગી માર્જિન સાથે બહુમતીથી વિજય થયો છે. ધનખેડને 528 મત મળ્યા હતા જ્યારે માર્ગારેટ આલ્વાએ 182 મતથી સંતોષ માનવો પડ્યો હતો. 15 મત અમાન્ય ઠર્યા હતા. વિપક્ષોનાં સર્વસંમત મેદવાર તરીકે માર્ગારેટ આલ્વાએ ઉમેદવારી કરીહતી. જો કે ચૂંટણી પહેલા જ જીતવા માટે જરૂરી મત એકલા ભાજપમાંથી જ મળે તેમ હોવાથી ધનખડની જીત નક્કી હતી. સંસદમાં બને ગૃહનાં નળીને 780 સાંસદોમાંથી 725 સાંસદાઓ મતદાન કર્યું હતું. રાજયસભાની 8 સીટ ખાલી હોવાથી 780 સાંસદો મતાધિકાર ધરાવતા હતા. મમતાનાં 39 સાસંદો મતદાન કરવાના ન હતા. પણ પાર્ટી લાઈનથી વિપરિત જઈને મમતાનાં 2 સાંસદો શિશિર અધિકારી અને દિવ્યેન્દ્રુ અધિકારીએ વોટિંગ કર્યું હતું. સંસદના બંને ગૃહમાં ભાજપના કુલ 394 સાંસદ છે જ્યારે ધનખડને જીતવા માટે 363 મત જરૂરી હતા.
અગાઉ ના છ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધનખડની મોટી જીત
જગદીપ ધનખડે અગાઉનાં 6 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી મોટી જીત મેલવી હતી. ધનખડને 74.36 ટકા મત મળ્યા હતા. આ અગાઉની ચૂંટણીમાં નાયડુને 68 ટકા મત મળ્યા હતા. આમ 1997 પછી સૌથી વધુ માર્જિન સાથે ધનખડે જીત હાંસલ કરી હતી.
એનડીએ સિવાય અન્ય પક્ષોનો ધનખડને ટેકો
ભાજપ અને તેના સાથી પક્ષો સિવાય અન્ય પક્ષો જેવા કે BJD, YSRC, BSP, TDP તેમજ અકાલીદળ અને શિવસેનાનાં શિંદે ગ્રૂપનું ધનખડને સમર્થન મળ્યું હતું. આ પક્ષોનું સંખ્યાબળ 81 સાંસદોનું છે.
આમ ધનખંડને 522ની અસપાસ અને માર્ગારેટ આલ્વાને 200 જેટલા મત મળવાની સંભાવના હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter