જમ્મુ-કાશ્મીર પોલીસને ૧૦૮ શૌર્ય મેડલ

Wednesday 29th January 2020 07:51 EST
 

નવી દિલ્હીઃ ભારતના ૭૧માં પ્રજાસત્તાક દિને જમ્મુ અને કાશ્મીરની પોલીસને સૌથી વધુ ૧૦૮ શૌર્ય પુરસ્કાર મળ્યા હતા. ત્યાર પછી બીજા ક્રમે સીઆરપીએફને ૭૬ મેડલ મળ્યા હતા. કેન્દ્રીય શાસિત પ્રદેશની મેડલની યાદીમાં મોટા ભાગના આંતક વિરોધી કામગીરીમાં સામેલ સુરક્ષા કર્મીઓનો સમાવેશ થતો હતો. આ દળને પ્રસિડેન્ટ્સ પોલીસ મેડલ ફોર ગેલેન્ટરીના ચાર પૈકી ત્રણ મેડલ પણ મળ્યા હતા. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર, ૨૯૦ શૌર્ય એવોર્ડમાં ૧૦૮ મેડલ જમ્મુ-કાશ્મીર પોલીસને ફાળે ગયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter