જમ્મુ-કાશ્મીરઃ ૩૧મી ઓક્ટોબરથી લાગુ થયેલા ઐતિહાસિક બદલાવ

Wednesday 06th November 2019 05:18 EST
 
 

૧) જમ્મુ-કાશ્મીરનો રાજ્ય તરીકેનો દરજ્જો નાબૂદ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે
૨) જમ્મુ-કાશ્મીર વિધાનસભા સાથેનો જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે
૩) ગવર્નરના સ્થાને હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશમાં લેફ્ટનન્ટ ગવર્નર રહેશે, જે સીધા કેન્દ્રને રિપોર્ટ કરશે
૪) હાલ બંને કેન્દ્રશાસિત પ્રદેશની હાઇ કોર્ટ એક જ રહેશે, પરંતુ એડવોકેટ જનરલ અલગ અલગ રહેશે
૫) સરકારી કર્મચારીઓને નિયુક્તિ માટે પસંદગીનો પ્રદેશ પસંદ કરવાનો વિકલ્પ અપાયો
૬) હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્ર સરકારના ઓછામાં ઓછા ૧૦૬ કાયદા અમલી બનશે
૭) કેન્દ્ર સરકારની યોજનાઓની સાથે કેન્દ્રીય માનવ અધિકાર કાયદા, માહિતી અધિકાર કાયદા, એનીમી પ્રોપર્ટી એક્ટ, જાહેર સંપત્તિને નુકસાન અટકાવતા કાયદા પણ લાગુ થયા
૮) જમીન સાથે સંકળાયેલા ઓછામાં ઓછા ૭ કાયદામાં સુધારા થશે, જૂના રાજ્ય માટે ઘડાયેલા ૧૫૩ કાયદા નાબૂદ થઈ ગયા. ૧૬૬ કાયદા હજુ અમલમાં રહેશે
૯) કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં જ્યારે વિધાનસભા કાર્યરત થશે ત્યારે તેનો કાર્યકાળ ૬ વર્ષના સ્થાને પાંચ વર્ષ રહેશે, વિધાનસભામાં એસસી-એસટી માટેની બેઠકો અનામત રહેશે
૧૦) હવે જમ્મુ-કાશ્મીરમાં કુલ ધારાસભ્યોની સંખ્યાને ધ્યાને લેતાં ૧૦ કરતાં વધુ પ્રધાન બનાવી શકાશે નહી, પહેલાં ૨૪ પ્રધાન નિયુક્ત કરી શકાતા હતા
૧૧) જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાન પરિષદનું અસ્તિત્વ નહીં રહે, જોકે લોકસભા અને રાજ્યસભાની બેઠકો પર હાલ કોઈ અસર નહીં પડે
૧૨) હવે ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીરમાં પરિસીમાની કાર્યવાહી શરૂ કરી શકશે, કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ૭ બેઠક વધી શકે છે
૧૩) રેડિયો કાશ્મીરનો અંત, હવે ઓલ ઇન્ડિયા રેડિયો જમ્મુ-કાશ્મીર તરીકે ઓળખાશે
૧૪) બંને કેન્દ્રશાસિત વચ્ચે સંપત્તિની વહેંચણીમાં એક વર્ષનો સમય લાગશે
૧૫) જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સીઆરપીસી અને આઇપીસી અંતર્ગત કેસો નોંધાશે, અગાઉ આરપીસી અંતર્ગત પોલીસ કાર્યવાહી થતી હતી
૧૬) જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓથી રાહ જોઇ રહેલા પશ્ચિમ પાકિસ્તાન, વાલ્મિકી સમાજ, ગોરખા સહિતના નિરાશ્રિતોને નાગરિકતા મળશે. બહારના રાજ્યમાં લગ્ન કરનાર કાશ્મીરી યુવતીઓ નાગરિકતા ગુમાવશે નહીં.
૧૭) રાજ્યમાં હવે ભારતના અન્ય રાજ્યના નાગરિકો મૂડીરોકાણ કરી શકશે, જમીન ખરીદી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter