આર્ટિકલ-370 મામલે ક્યારે શું થયું?
• 1947 – જમ્મુ-કાશ્મીરના છેલ્લા મહારાજા હરિ સિંહે ભારતમાં સામેલ થવા અંગેના વિલય પત્ર પર સહી કરી.
• 1950 - ભારતીય બંધારણ લાગુ થયું, તેમાં એક રાજ્ય જાહેર કરાયું, પરંતુ કલમ-370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો અપાયો.
• 1956 - જમ્મુ-કાશ્મીરે ખુદને ભારતનું અભિન્ન અંગ જાહેર કર્યું અને પોતાનું બંધારણ અપનાવ્યું.
• 1975 - કેન્દ્ર અને રાજ્ય સરકારે એક કરાર પર સહી કરો, એમાં કલમ-370 અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિને ભારતમાં અભિન્ન અંગના રૂપમાં ફરી પુષ્ટિ કરવામાં આવી
• 1980-90 – આ એક દાયકમાં કાશ્મીર આતંકવાદી ગતિવિધીઓ સામે ઝઝૂમતું રહ્યું. આ દરમિયાન કાશ્મીરી પંડિતોનું પલાયન પણ થયું.
• 2019 - કેન્દ્ર સરકારે પાંચમી ઓગસ્ટના રોજ જ્મ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવા સંસદમાં બિલ રજૂ કર્યું, જેને મંજૂરી મળી પછી કલમ-370 રદ થઇ.
• 2023 – કલમ-370 હટાવવાના મામલે વિવિધ મુદ્દા ઉઠાવીને દાખલ થયેલી અલગ અલગ અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સળંગ 16 દિવસ સુનાવણી કરી. બીજી ઓગસ્ટ 2023ના રોજ સુનાવણી પૂર્ણ થઇ. ચુકાદો અનામત રખાયો.
• 12 ડિસેમ્બર 2023 - ચાર વર્ષ 6 મહિના પછી કલમ370 પર ચુકાદો આપીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જમ્મુ- કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. 370 હટાવવી બંધારણીય રીતે બરાબર છે.


