બેઇજિંગ: આવતા વર્ષે જી-20નું આયોજન ભારતમાં થશે. ભારત જી-20ના દેશોની બેઠક જમ્મુ-કાશ્મીરમાં યોજાશે એવા અહેવાલથી ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ચીને આ અહેવાલોની વિરોધ કર્યો હતો. યજમાન ભારત છે. ભારત જી-20 સમિટ જમ્મુ-કાશ્મીરમાં યોજે એવી શક્યતા વ્યક્ત થઇ છે.
ભારત સરકાર જી-20 સમિટ જમ્મુ-કાશ્મીરમાં કરશે. એ પછી પાકિસ્તાન અને ચીને તુરંત વિરોધ નોંધાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે ચીનનું કાશ્મીર મુદ્દે સ્પષ્ટ વલણ છે. જ્યાં સુધી ભારત-પાક. વચ્ચે કાશ્મીરનો વિવાદ ઉકેલાાઈ ન જાય ત્યાં સુધી એ વિસ્તારમાં કોઇ જ રાજકીય ગતિવિધિ યોગ્ય નથી. ચીને આ નિવેદન પાકિસ્તાનની તરફેણમાં કર્યું હતું. ભારત જી-20 દેશોની સમિટ કાશ્મરીમાં યોજે તો તેવા અહેવાલો પછી અકળાયેલા પાકિસ્તાને ચીન, તુર્કી અને સાઉદી અરેબિયાને રજૂઆત કરી હતી. જી-20નું સભ્ય હોવાથી ચીન ભારતમાં યોજાશે એ સમિટમાં ભાગ લેશે કે નહીં? એવો સવાલ પણ ઉઠ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું એ બાબતે સરકાર આગામી સમયમાં નિર્ણય લેશે.
જમ્મુ-કાશ્મીર પ્રશાસને 2023માં જી-20ની યજમાની કરવાની હેતુથી એક પાંચ સદસ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી હોંવાના અહેવાલો હતા. જમ્મુ-કાશ્મીરમાં 370મી કલમ હટાવ્યા બાદ આ પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય સમિટ હશે.


