જમ્મુ-કાશ્મીરમાં ડીડીસી માટે મતદાન

Wednesday 02nd December 2020 06:00 EST
 
 

શ્રીનગર: કલમ ૩૭૦ અને ૩૫એ હટ્યા બાદ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર મતદાન થયું. આઠ તબક્કાની આ ચૂંટણીમાં શનિવારે જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી) ચૂંટણીના પહેલા તબક્કામાં ૫૧.૭૬ ટકા મતદાન થયું. ચૂંટણીમાં ગુપકાર ગઠબંધનના છ પક્ષો ઉપરાંત કોંગ્રેસ, ભાજપ અન જમ્મુ-કાશ્મીર અપની પાર્ટી પણ ચૂંટણી લડી રહ્યા છે. ડીડીસી ચૂંટણીમાં ૨૯૬ ઉમેદવાર મેદાન છે અને મતદાર ૭ લાખ છે. ડીડીસી ચૂંટણી માટે કુલ ૨૮૦ મતક્ષેત્ર છે. ચૂંટણી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે, પરિણામ ૨૨ ડિસેમ્બરે આવશે. ડીડીસીની સાથે સાથે પંચાયતની ૯૪ બેઠક માટે પેટાચૂંટણી યોજાઇ રહી છે. સરપંચ માટે ૨૭૯ ઉમેદવારોમાંથી ૨૦૩ પુરુષ અને ૭૬ મહિલાઓ છે. ૩૬ સરપંચ અને ૭૬૮ પંચ બિનહરીફ ચૂંટાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter