શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે થયેલા બે એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ વર્ષે અહીં હજુ સુધીમાં ૨૦૫ આતંકીઓ માર્યા ગયા છે. છેલ્લા સાત વર્ષમાં આ સૌથી વધારે સંખ્યા છે. પહેલું એન્કાઉન્ટર બડગામ જિલ્લાના ફતલીપોરા ગામે થઈ હતી. સુરક્ષાદળોને અહીં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની સૂચના મળી હતી.