જમ્મુઃ પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ જિલ્લામાં વારંવાર તંગદિલી ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાથી આરએસપુરા સેક્ટર, રાજૌરીથી માંડીને કઠુઆ સુધીની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા સંખ્યાબંધ ગામો ખાલી કરાવાયાં છે. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની રેન્જરો દ્વારા આ વિસ્તારમાં થતી સતત ઘૂસણખોરીના લીધે સાવચેતીરૂપે અહીં વસતા લોકોને આ વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા સત્તાવાળાઓને આદેશ આપવામાં આવ્યા છે. અમે નથી ઇચ્છતા કે નાગરિકોને સહન કરવું પડે. ફાયરિંગ અને શેલિંગને કારણે આંતરરાષ્ટ્રીય સરહદ પર હીરાનગર અને અન્ય સ્થળોનાં સરહદી ગામોમાંથી ૧,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયાં છે.