નવી દિલ્હીઃ જયપુરમાં જ્વેલરીની કંપની અને બે રિઅલ એસ્ટેટ ડેવલોપર્સના પરિસરમાં દરોડા પાડીને આવકવેરા વિભાગે રૂ. ૧૪૦૦ કરોડના કાળા નાણાના વ્યવહારો પકડી પાડયા હતા. સીબીડીટીના જણાવ્યા અનુસાર, ૨૧ જાન્યુઆરીએ આ કંપનીઓના કુલ ૩૧ પરિસરોમાં દરોડા પાડ્યા હતાં. આ ડેવલોપરના કુલ રૂ. ૬૫૦ કરોડના બેનામી વ્યવહારો મળ્યાં હતાં. અન્ય એક ડેવલોપર ગ્રૂપનાં રૂ. ૨૨૬ કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતાં.

