જલિયાંવાલા બાગ હત્યાકાંડની વરસીઃ બ્રિટિશ નિર્દયતાની યાદ તાજી...

Tuesday 16th April 2024 15:47 EDT
 
 

નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડની વરસી પહેલા મોટી સંખ્યામાં લોકોએ જલિયાંવાલા બાગની મુલાકત લીધી હતી. ઉલ્લેખનીય છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. જેના કારણે દેશભરના લોકો હચમચી ઊઠ્યા હતા અને લોકોમાં પ્રચંડ નારાજગીનું મોજું ફરી વળ્યું હતું. આ ગોળીબારમાં 400 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં અને એક હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક દેખાવકારો પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબારનો આદેશ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter