જસ્ટિસ કુરેશીને ત્રિપુરા હાઇ કોર્ટના ચિફ જસ્ટિસ બનાવવા મંજૂરી

Friday 08th November 2019 07:37 EST
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મહિનાઓથી ચાલતી મડાગાંઠ ઉકેલી બોમ્બે હાઇ કોર્ટના જજ જસ્ટિસ અકીલ કુરેશીને બઢતી આપીને ત્રિપુરા હાઇ કોર્ટના ચિફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમકોર્ટ કોલેજિયમની ભલામણને મંજૂરી આપી છે. જસ્ટિસ કુરેશીની નિમણૂકના વોરંટ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાકી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને મધ્ય પ્રદેશ હાઇ કોર્ટના ચિફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારના કેટલાક વાંધાઓ બાદ કોલેજિયમે ભલામણમાં સુધારો કરી તેમનું નામ ત્રિપુરા હાઇ કોર્ટ માટે મોકલ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter