જસ્ટિસ ચેલમેશ્વરનો પોતાના વિદાય સમારંભમાં હાજર રહેવા ઈનકાર

Thursday 10th May 2018 08:23 EDT
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે પોતાના વિદાય સમારંભ માટેનું આમંત્રણ સ્વીકારવાની ના કહી છે. ન્યાયમૂર્તિ ચેલમેશ્વર ૨૨ જૂને નિવૃત્ત થઇ રહ્યાં છે. ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે વ્યકિતગત કારણોનો સંદર્ભ આપીને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણને ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે ન્યાયમૂર્તિ ચેલમેશ્વર એ ચાર જજોમાં સામેલ હતા જેમણે ૧૨ જાન્યુઆરીએ પત્રકાર પરિષદ બોલાવી મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે આક્ષેપો કર્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter