ભારતના જવાનો તેમના અદ્વિતીય સાહસ માટે જાણીતા છે. તેમણે પોતાની જાંબાજીનો અનેક વખત પરચો આપ્યો છે. તેઓ દિલધડક કરતબ આપવા માટે પણ પંકાયેલા છે. સિંગ્નલ્સ કોર્પ્સના ડેરડેવિલ્સના 31 જવાનોએ 10,800 ફુટ ઊંચે સાત મોટરસાયકલ પર પાંચ કિલોમીટરનું અંતર કાપીને કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.


